હાથીજીની પાછળ કોણ જી? / I Wonder Who?
હાથીજી રે હાથીજી !
હાથીજીની પાછળ કોણ-કોણ જી?
પતંગિયા સાથે ઊડો અને જાણો !
હાથીજીની પાછળ કોણ જી?/I Wonder Who? એક મૂળભૂત સિદ્ધાંત (કોન્સેપ્ટ) આધારિત પુસ્તક છે જે પોતાના હળવાફૂલ ચિત્રો વડે નાના વાચકોનું ચોક્કસ જ મન મોહી લેશે. ગોળાકાર પ્રેરિત તેની આગવી ડિઝાઈન તેને બનાવે છે એક એવું પુસ્તક જે ક્યારેય પૂરું જ ન થાય. પતંગિયાની સાથે તમે પણ પાછા ત્યાં જ આવીને ઊભા રહો છો જ્યાંથી શરૂઆત કરી હતી અને આ રીતે તમે પણ એક પૂર્ણ વર્તુળ બનાવો છો. વર્તુળનાં ખ્યાલને વધુ દૃઢ કરે છે પુસ્તકમાં કિરદાર તરીકે દેખા દેતાં પ્રાણીઓ અને પક્ષીઓ અને વળી સાથે છે સરળ ભાષાની સંગત. વાંચતાં-વાંચતાં જ્યારે તમને લાગે કે તમે પુસ્તકનાં અંત સુધી આવી ગયાં છો ત્યારે જ એક સુખદ આશ્ચર્ય મેળવવા માટે તૈયાર રહો !
૧૦થી વધુ પુસ્તકો ખરીદવા ઈચ્છો છો ? તો ખાસ રાહત દરે મેળવવા અમારા સંપર્ક પૃષ્ઠ પર આપેલ ફોર્મનો ઉપયોગ કરો.